મોહરમ પર નિબંધ Muharram Nibandh in Gujarati

મોહરમ પર નિબંધ Muharram Nibandh in Gujarati

મોહરમ પર નિબંધ Muharram Nibandh in Gujarati

મુસ્લિમો, ઇસ્લામના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતો આ તહેવાર વિશ્વમાં ઉજવાતા તહેવારોની વાત કરવામાં અનોખો છે. જ્યાં વિશ્વના તહેવારો હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે, ત્યાં મોહર્રમ શોક, ઉદાસી અને દુ:ખના વાતાવરણને કારણે દરેકને શોકમાં મૂકે છે, તેમના હૃદયમાં કરુણાની ભાવના જગાડે છે.

મોહરમ નો ઇતિહાસ

મોહરમ નો તહેવાર અંદાજીત ૧૪૦૦ વર્ષ પહેલા અન્યાય અને અસત્યની સામે ન્યાયની લડત લડવા ઉજવવામાં આવે છે.તે તેમના ધમૅગુરુ પેગંબર સાહેબ ના પૌત્ર ઈમામ હુસેન ની યાદ માં મનાવવામાં આવે છે. મોહરમના દિવસે તેઓ શહીદ થયા હતા. મુસ્લિમ દેશના લોકો દ્વારા હિજરી કેલેન્ડર નો કરવામાં આવે છે.

હિજરી કેલેન્ડરમાં આવતા મહિનાઓમાં આ મહિનાનું વધારે મહત્વ હોય છે. મોહરમ શબ્દનો અર્થ થાય છે હરામ ના કામનું હોય એવું. કહેવામાં આવે છે કે આ મહિનામાં એક ધર્મયુદ્ધ લડવામાં આવ્યું હતું.મોહરમ ના મહિનામાં દસમાં દિવસનું વધારે મહત્વ હોય છે તેને આસૂરાના નામે ઓળખવામાં આવે છે.

આ યુદ્ધમાં યજીતના કમાન્ડો દ્વારા કપટ કરીને ઇમામ હુસેન અને તેમના અંદાજિત 70 થી 72 સાથીઓને મારી નાખવામાં આવે છે. એમાં તેમના નાના છોકરાને પણ મારી નાખવામાં આવે છે. આ મહિનો દુઃખ નો માનવામાં આવે છે.

મોહરમ કેવી રીતે મનાવવામાં આવે છે

આ મહિનો શાંતિનો મહિનો કહેવામાં આવે છે. આ દિવસે તાજીયા નુ જુલુશ કાઢવામાં આવે છે. આ દિવસે ખીચડો બનાવવામાં આવે છે. ખીચડાની અંદર જાતજાતના અનાજ અને માંસ ભેગા કરીને બનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે યુદ્ધ સમયે કરવા કરબલા ના શહીદો દ્વારા છેલ્લું ભોજન આ રીતના ખાવામાં આવ્યું હતું.

તેથી આ મિશ્રણ કરેલા ભોજનને હલીમ તરીકે ઓળખવામાં આવે છે. તે દિવસે મુસ્લિમ યુવાનો દ્વારા તેમના શરીર ઉપર તલવાર અને બરછીના ઘા દ્વારા પોતાને નુકસાન કરવામાં આવે છે. યુવાનો દ્વારા જાતજાતના ખેલ કરતબ બતાવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ મહિલાઓ તેની છાતી પીટીને દુઃખ વ્યક્ત કરે છે.

મોહરમ આ વર્ષે

મોહરમ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં આવે છે. 2022 માં મોહરમ 9 ઓગસ્ટ ના દિવસે આવે છે. ઈસ્લામિક દેશોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ ભાઈઓ દ્વારા તાજીયા કાઢવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં બે જાતના મુસલમાન ભાઈ નો સમાવેશ થાય છે.

સિયા અને સુન્ની. સિયા સમુદાયના મુસલમાન ભાઈઓ દ્વારા મોહરમના તહેવારને ઉજવવામાં આવે છે.આ લોકો ૧૦ દિવસ શરીર પર કાળા કપડાં પહેરીને શોક મનાવે છે. અને સુન્ની સમુદાયના મુસલમાન ભાઈઓ ૧૦ દિવસ રોજા રાખી ઉપવાસ કરે છે.

Also Read:

Was this article helpful?
YesNo
Virendra Sinh

Virendra Sinh is a content writer with 3 years of experience in post writing. Her education is B.Sc and she does accurate writing work in English And Gujarati language.

   

Leave a Comment