ગણેશ ચતુર્થી વિશે નિબંધ
Ganesh Chaturthi Nibandh in Gujarati ગણેશ ચતુર્થી વિશે નિબંધ ગુજરાતી: હાથી જેવો વિશાળ, જેનું તેજ સૂર્યના કિરણો જેવું છે. તે એક વિઘ્નકર્તા ની સાથે-સાથે બુદ્ધિ અને વ્યવસ્થાપનની અદ્ભુત શક્તિ છે, જેમની પૂજા માત્ર ભક્તોના કષ્ટો જ દૂર નથી કરતી પણ તેમને સફળતા અને તેમની બધી મનોકામનાઓ પૂરી કરે છે.
ગણેશ ચતુર્થી વિશે નિબંધ ગુજરાતી Ganesh Chaturthi Nibandh in Gujarati
તેથી, હિંદુ ધર્મમાં ગણેશની પૂજાને મુખ્ય પૂજા માનવામાં આવે છે. લગ્ન ઉત્સવ કે કોઈ પણ શુભ કાર્ય હોઈ, ગણેશ પૂજન વિના શરૂ થતું નથી. ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે. તેમની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. ગણેશ ચતુર્થીમાં ભગવાન ગણેશની પૂજા પણ વિધિ વિધાનથી કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીની શરૂઆત ક્યારથી થઈ ?
ઘણા વર્ષો પહેલા આપણે દેશમાં બ્રિટિશ શાસન હતું ત્યારે તેમના દ્વારા જાહેર સભા ઉપર એની મીટીંગ ઉપર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ લોકમાન્ય તિલક દ્વારા એક આયોજન કરવામાં આવ્યું કે આપણે ગણપતિની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવી હતી. અને દસ દિવસ સુધી તેને રાખવામાં આવી હતી. આ 10 દિવસ તેઓ ભેગા મળીને પૂજા કરતા અને બ્રિટિશ પાર્લામેન્ટ વિરુદ્ધ યોજનાઓ અને સભાઓ કરતા હતા. આ રીતે ગણેશ ચતુર્થી ની શરૂઆત થઈ હતી.
ગણેશજીનો જન્મ અને પરિવાર
ગણપતિ ને ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ પોતાના શરીર પરના મેલ માથી ભગવાન ગણપતિની ઉત્પત્તિ કરી હતી. ગણપતિ માતા પાર્વતી અને શિવજી ના પ્રિય પુત્ર હતા. ગણેશજીના ભાઈ કાર્તિકેય હતા. ગણેશજીના વાહન તરીકે ઉંદર અથવા મૂષક હોય છે.
ગણેશ ચતુર્થી ના દિવસે શું કરવામાં આવે છે
ભાદરવા સુદ ચોથને દિવસે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. નાના મોટા બાળકો દ્વારા તથા મોટા વડીલો દ્વારા ડીજે અને ઢોલ નગારા ના તાલે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરવામાં આવે છે. હિન્દુઓમાં આસ્થા નું પ્રતિક તરીકે આ તહેવાર ખૂબ જ ધાર્મિક રીતે ઉજવવામાં આવે છે. ઘરે ઘરે અને શેરીઓમાં ગણેશજીની મૂર્તિ લાવીને પૂજા કરવામાં આવે છે.
વડોદરા ગુજરાત મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. મરાઠીઓમાં પણ આ તહેવારનું ખૂબ જ મહત્વ હોય છે. 11 દિવસ ભગવાન ગણપતિની પૂજા આરતી અને આરાધના કરવામાં આવે છે. આ દસ દિવસ બાળકો અને વડીલોમાં ખુશ ઉત્સાહનો આનંદ જોવા મળે છે.
બાળકો દ્વારા ગણપતિ બાપા મોરિયા, એક દો તીન ચાર ગણપતિ નો જય જય કાર આવા નારા સાથે ગણપતિ દાદાને વધાવે છે. રામલીલા ભવાઈ ગરબા જેવા પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે. 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ગણપતિની મૂર્તિનું નદીમાં અને સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે
આ વર્ષે ગણેશ ચતુર્થી ક્યારે આવે છે
આ વર્ષે એટલે કે 2022 માં ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ આવે છે. આ દિવસે ભાદરવા સુદ ચોથ છે. આવો આપણે બધા ભેગા મળીને આ વર્ષે ગણેશ ચતુર્થી નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવીશું.
અંતિમ શબ્દો
બુદ્ધિ અને જ્ઞાનના દેવ જેમની માતા પાર્વતી અને પિતા મહાદેવ છે, જેમણે માતા-પિતાની એક જ વારમાં પૂર્ણ પરિક્રમા કરીને સાબિત કર્યું છે કે માતા-પિતા શ્રેષ્ઠ છે. જેમનું વાહન ઉંદર છે અને જેઓ લાડુ ખાવાના શોખીન છે, આપણે સૌએ આવો ગણપતિનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવો જોઈએ.